મોરબીના નવયુગ સંકુલના વિધાર્થીઓને કોર્ટની કામગીરીનું પ્રત્યક્ષ જ્ઞાન અપાયું મોરબી : નવયુગ સંકુલમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનેક રચનાત્મક પ્રવૃતિઓ કરાવાય છે. જેના ભાગરૂપે ધોરણ - 7,8 માં સામાજિક વિજ્ઞાનનું અધ્યયન કરાવતા શિક્ષકશ્રી સંદિપસિંહ ઝાલાની કલાસરૂમમાં શિક્ષણ આપવાની પદ્ધતિ મુજબ બાળકો પ્રત્યક્ષ શિક્ષણથી વાકેફ થાય તો વધુ ગ્રહણ કરે તે મુજબ તેમને બાળકોને જજ, વકીલ, ફરિયાદી, વગેરે બનાવી પ્રત્યક્ષ આબેહૂબ અદાલત નવયુગ સંકુલમાં બનાવી અદાલત અને પોલીસના યુનિફોર્મ સાથે દિવાની અને ફોજદારી કેસોની પ્રત્યક્ષ સમજ માટે નાટક રજૂ કરી સમજ આપી હતી. જે બાળકો માટે ખૂબ જ રસપ્રદ પ્રવૃત્તિ રહી હતી. આ પ્રવૃત્તિ બદલ સંસ્થાના પ્રમુખશ્રી, પી.ડી.કાંજીયાસર તથા પ્રિન્સિપાલશ્રી રાવલસરે શિક્ષકશ્રી તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.