મોરબી : મોરબીમાં અઢી વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા નિપજાવનાર આરોપીને પોલીસ દ્વારા કોર્ટ માં રિમાન્ડ ની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા. મોરબીના જેતપર રોડ પર સિરામિક ફેકટરીમા રહેતા શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને હત્યા નિપજાવનાર બિહારી શખ્સ સુરજ ગોરેલાલ ચૌહાણની ધરપકડ કરીને પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બાદમાં પોલીસે આ શખ્સને રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે પોલીસની માંગણી મુજબ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા. રિમાન્ડ દરમિયાન મોરબી તાલુકા પોલીસે માસુમ બાળકીને પીંખી નાખી તેને મોતને ઘાટ ઉતારનારા આ હેવાનની પુછપરછ અને પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી છે.