મોરબી : બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ધણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ લગ્ન અટકાવવા જરૂરી છે. તેથી આપના વિસ્તારમાં/ આપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગ રૂપે તેની જાણ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનિલાબેન એફ. પિપલીયા મો.નં.9979287501, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલ ડી. શેરશિયા મો.નં 9427512836, કાનુની સહ પરિવિક્ષા અધિકારીશ્રી ઇશાબેન સોલંકી મો.નં9328861442, ઈન્ચાર્જ-સુરક્ષા અધિકારી (બિન સંસ્થાકીય સંભાળ) શ્રી સમીરભાઇ લધડ મો.નં.7016632052 ચાઇલ્ડ હેલ્પ લાઇન નં.૧૦૯૮ અને સ્થાનિક પોલિસ અધિકારીશ્રી અથવા કંન્ટ્રોલ રૂમ નં.૧૦૦ ડાયલ કરી ત્વરિત જાણ કરવા જિલ્લા બાળસુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીની જાહેર વિનંતી સહ અપીલ કરવામાં આવેલ છે.