મોરબી એલસીબીએ બંને યુવકો પાસેથી ચોરાવ ચાર બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચના ના પગલે મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ તથા રજનીકાંત કૈલા ,નંદલાલ વરમોરા અને પૃથ્વીસિંહ જાડેજા સહિતના સ્ટાફે ખાનગી બાતમીના આધારે હરેશ જીલાભાઇ સારલા (કોળી) રહે. નળખંભા તા.થાન અને શયમરાજ જગુભાઈ કરપડા (કાઠી દરબાર) રહે. વેલાળા તા.થાન વાળાઓને ચાર ચોરાવ બાઈક સાથે ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા બંને યુવકોએ મોરબી તાલુકામાંથી એક બાઈક અને એક મોબાઈલ તથા સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે બાઈક અને મેહસાણા બી ડિવિઝન વિસ્તારમાંથી એક બાઈક અને એક મોબાઈલ સહીત કુલ 4 બાઈક ચોર્યાની કબૂલાત આપી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી તમામ ચોરાવ મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. [gallery td_select_gallery_slide='slide' size='large' ids='13033,13034']