મોરબી : મોરબી નવલખી રોડ ઉપર બગથળા રેલવે ફાટક નજીક જીજે - 12 - વાય - 5788 નંબરના ટ્રક ટ્રેલર ચાલકે બેદરકારી પૂર્વક ટ્રક ટ્રેલર રિવર્સમાં લેતા જીજે - 14 - ઝેડ - 8448 નંબરના ટ્રક સાથે અકસ્માત સર્જી નુકશાન પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક નંબર જીજે - 14 - ઝેડ - 8448ના ચાલક વિક્રમ મોહનભાઇ પાંડવે ફરિયાદ નોંધાવી હતી.