પોલીસે ખંડણીમાં ધમકી માટે ઉપયોગમાં લીધેલા બે હથિયાર આજી - ૩ ડેમમાં તરવૈયાની મદદથી કબ્જે કર્યા મોરબી : મોરબીમાં બિલ્ડર પુત્રના ખંડણી પડાવી હથિયાર બતાવી છૂટાછેડા કરવા પ્રકરણમાં એલસીબી ટીમે કુખ્યાત બાબુડોનની પત્ની સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી ધમકી આપવા ઉપયોગમાં લીધેલા બે હથિયાર આજી-૩ ડેમમાંથી તરવૈયાઓની મદદથી કબ્જે કરવામાં સફળતા મેળવી છે. મોરબીના બિલ્ડર દુદાભાઇ ધનજીભાઈ મેવાડાના પુત્રનો ઘર સંસાર સારી રીતે ચાલતો ન હોય આ બાબતે સમાધાન કરાવવા ફરીયાદીએ આરોપી મનુ દેવરાજભાઇ ઝાપડાને વાત કરતા તેની સાથે અન્ય આરોપી (૧) બાબુ ઉર્ફે બાબુડોન હીરાભાઇ ગીગાભાઇ ઝાંપડા (૨) જગદિશ ઉર્ફે જગો કરશનભાઇ ઝાપડા અને (૩) કરશન ભુવા નાજાભાઇ ઝાપડા, રહે. બધા જબલપુર વાળાઓ મળી કાવતરૂ કરી ફરીયાદીના પુત્રનું સમાધાન નહી પરંતુ બળજબરીથી છુટાછેટા કરાવવા કહી જો તેમ નહી તો કરે તો ફરીયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ૧,૦૨,૭૧,૦૦૦ ફરીયાદી પાસેથી બળજબરીથી કઢાવી લઈ તેમજ સાહેદ છાયાબેનને રીવૉલ્વર બતાવી છુટાછેડાના કાગળોમાં બળજબરીથી સહી કરાવી યેનકેન પ્રકારે ધાક ધમકી આપી ફરીયાદી તથા તેના પુત્રને ગોંધી રાખી રીવોલ્વર બતાવી બીજા રૂ.૨,૨૦,૦૦,૦૦૦ સમાધાન પેટે બળજબરીથી કઢાવવાની કોશિષ કરી હતી. આ ચકચારી ખંડણી પ્રકરણમાં મોરબી એલસીબીએ ચાર આરોપીઓને પકડી પાડી રીમાન્ડ દરમ્યાન આ ગુનામાં ગયેલ તમામ મુદામાલ રિકવર કરેલ અને ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર બાબતે પુછપરછ કરતા આરોપી બાબુએ અન્ય આરોપીઓને હથિયાર મા સાચવવા માટે આપેલ હોવાનું જણાવેલ જેથી પકડેલ આરોપીઓને હથિયાર પોતાની પાસે હથિયાર હશે તો પોલીસ પકડી જશે તેવી બીક લાગતા હથિયાર તોડી ફોડી પડધરી નજીક ખડપીપર ગામ પાસે આવેલ ખજુડીના આજી -૩ ડેમના પાણીમાં નાખ્યાંની કબુલાત આપતા રિમાન્ડ પરના આરોપીને સાથે રાખી પોલીસે પાણીમાથી બે પિસ્તોલ અને ચાર કાર્ટીસ તરવૈયાની મદદથી કબ્જે કર્યા હતા. મોરબીના બહુચર્ચિત ખંડણી પ્રકરણમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓમાં બાબુ ડોનની પત્ની ધારાબેન બાબુભાઇ ઝાપડા, રે.જબલપુર, ટંકારા, રામ હકાભાઈ વરુ, રે.ધ્રોલ રેલવે સ્ટેશન રોડ અને મુકેશ હીરાભાઈ ઝાપડા રે.રવિરાંદલ પાર્ક, શીતલપાર્ક રાજકોટ વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.