મોરબી : વિશ્વરત્ન, બૌદ્ધિસત્વ, દેશની નારીજાતીના જીવન ઉધ્ધારક, દેશના પ્રથમ કાયદાપ્રધાન, મહામાનવ એવા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતિ નિમિત્તે સમસ્ત મોરબી જિલ્લા દલિત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. આયોજિત શોભાયાત્રાનો રૂટ સવારે ૮:૦૦ વાગ્યે મોરબી રેલ્વે સ્ટેશનથી સુપર ટોકીઝ, ત્રિકોણબાગ,નગર દરવાજે થઈ બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચશે. શોભાયાત્રાના રૂટ દરમ્યાન સમાજના વિવિધ ગ્રુપ અને સંસ્થાઓ દ્વારા ઠંડાપીણા છાસ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવશે, આ શોભાયાત્રામાં જોડાવા મોરબી જિલ્લાના તમામ સમાજના લોકોને મોરબી જિલ્લા દલિત સમાજ તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news