મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પીઆઇ એન.એ. વસાવા સહિતની ટીમે વૃદ્ધોને મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી દિવાળીમાં પર્વની ઉજવણીને સાર્થક બનાવી હતી.