મોરબી : મોરબીમાં B.A.M.S. - આયુર્વૈદિક નિષ્ણાતો દ્વારા ધનતેરસના દિવસે ધન્વંતરિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દરેક સભ્ય દ્વારા માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ B.A.M.S. એસોશિયેશનના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા, ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરીયા જયારે વૈદ્ય સભાના પ્રમૂખ પદે ડો. બી. કે. લહેરું સહિતના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. આ તકે સાથી કાર્યકર્તાઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.