મોરબી : મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી માટે પધારેલા લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મહારાજ સાહેબની નિશ્રામાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી કાર્યક્રમોની રૂપરેખા મુજબ, ચૈત્રી નવરાત્રિ શક્તિ સાધનાના શુભ દિવસે નવકાર - ઊવસગ્ગહર જાપનું આયોજન કરાયું છે. આગામી તા. 20/03 ને શુક્રવારના રોજ સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી વ્યાખ્યાન તથા જાપ કરાવવામાં આવશે. ધર્મ વત્સલા તરૂબેન નવીનભાઈ દોશીના આરોગ્ય માટે મોરબીના તમામ જૈન સંઘોના જાપ સ્થાનકવાસી જૈન સંઘ, સોની બજાર ઉપાશ્રય ખાતે રાખવામાં આવેલ છે.ત્યારબાદ તા. 21/03 ને શનિવારે સવારે 7:30 થી 8:30 દરમિયાન એમ. પી. શેઠ પ્લોટ પૌષધશાળામાં વ્યાખ્યાન યોજાશે. તા. 22/03 થી નિયમિત વ્યાખ્યાનનો સમય સવારે 7:30 થી 8:30 સુધી સોની બજાર ઉપાશ્રય ખાતે રહેશે. આ ધાર્મિક કાર્યક્રમોમાં દરેક ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં હાજર રહી ધર્મલાભ લેવા અનુરોધ કરાયો છે.આ ઉપરાંત આચાર્ય ભગવંત પૂજ્ય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ, પૂજ્ય વિવેક મુનિ મહારાજ સાહેબ, પૂજ્ય ચેતન મુનિ મહારાજ સાહેબ આદિ સાધુ-સાધ્વીજીઓના દર્શન અને આશીર્વચનનો લાભ લેવા પણ જણાવાયું છે.આગામી તા. 24 થી શરૂ થતી શાશ્વતી આયંબિલ ઓળીમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં તપ કરી આત્માની સાથે શરીરની આરોગ્ય શુદ્ધિ કરવા માટે નામ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. જૈન ધર્મમાં એક આયંબિલ કરવાનું પણ ઘણું મોટું પુણ્ય હોવાનું જણાવાયું છે. આયંબિલ ઓળીના પાસ દરેક સંઘની ઓફિસમાંથી મળી શકશે તેમ એક યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #JainSamaj #AyambilOli #ReligiousEvent #Gujarat