મોરબી : મોરબીના સરતાનપર રોડ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે. નાગરિક દ્વારા ટ્વીટ કરી જિલ્લા કલેકટર સમક્ષ પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. ફરિયાદમાં જાગૃત નાગરિકે જણાવ્યું કે તે સરતાનપર રોડ ઉપર આવેલી એક સિરામિક કંપનીમાં નોકરી કરે છે. આ રોડ ઉપર કાયમી અવર જવર કરતા હોય છેલ્લા ઘણા સમયથી આ રોડ પર ટ્રાફિક , અકસ્માત , રોડ બ્લોક , વગેરે સમસ્યા ઉત્પન્ન થયેલ છે. જેના લીધે બહારથી આવતા વેપારીઓ, અપડાઉન કરતા સિરામિક ઉદ્યોગકારો,.કર્મચારીઓ,.ટ્રક ડ્રાઇવરો અને આજુ-બાજુના સ્થાનિક ગ્રામ્ય લોકોનો કિંમતી સમય અને પેટ્રોલ ડિઝલનો બગાડ થાય છે. આના કારણો જોઈએ તો સાંઢની માફક ચાલતા ડમ્પરો જે અવરલોડ હોય છે અને ખુલ્લા હોય તેમાંથી પથ્થરો રોડ પર પડે છે જે રાહદારિઓ માટે જોખમરુપ છે. રો મટિરિયલ માટે ચલતા ટ્રકો ઉપર માટેભાગે તાલપત્રી જોવા મળતી નથી. જેના લીધે તેની પાછળ ચાલતા નાના વાહન ચાલકોને પરિશાનીનો સામનો કરવો પડે છે. બીજુ હાઈવે પરનો સાઈડ રોડ બિસ્માર હાલતમાં છે ત્યા ઉભા રહેતા ટ્રકો એક સાઈડ રોકી બ્લોક કરી દે છે, સાઈડ રોડ ઉપર બન્ને સાઈડથી અવર જવર રહેતી હોય તેથી ટ્રાફિક જામ થાય છે. આ પ્રશ્ન તાત્કાલિક નિવારવામાં આવે તેવી માંગ છે.