સીએનજી રીક્ષા ચકક અને મહિલાએ પાકિટ તફડાવી લીધાની ફરિયાદ મોરબી : અમદાવાદથી મોરબી આવેલા કાકાને સીએનજી રીક્ષાવાળો ગઠિયો ભટકાઈ જતા રૂપિયા ૧૧૫૦૦ રોકડા, પાકિટ, એટીએમ સહિતની વસ્તુઓ ગુમાવતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જાણવા મળતા મુજબ જગદીશભાઈ ટપુભાઈ પટેલ ઉ.૫૦ રે. અમદાવાદ વાળા કોઈ કામ સબબ મોરબી આવ્યા હતા ત્યારે મોરબીના સીએનજી રીક્ષા નં. જીજે ૩ એ.યુ. ૧૪૧૭ ના ચાલક સહીત એક અજાણ્યો પુરુષ અને બે સ્ત્રીઓ તેની નજર ચૂકવીને તેમનું પાકીટ ૧૧૫૦૦ રોકડ, તેમજ એક એટીએમ કાર્ડ લાયસન્સ જેવા અગત્યના ડોક્યુમેન્ટ ચોરી ગયા હતા. આ ઘટના અંગે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.