જેતપર ગામે ચાલી રહેલ ખેડૂત આંદોલનને મજબૂત સમર્થન આપવા 2 જુલાઈએ મહેન્દ્ર ચોકડીથી રેલી નીકળશેમોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને હવે મોરબી ઓટોમોબાઇલ એસોસિએશનનું પણ સમર્થન મળ્યું છે. ખેડૂત એકતા અને ખેડૂત સંઘર્ષના સમર્થનમાં એસોસિએશન દ્વારા એક વિશાળ સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.'ખેડૂતોના હક માટે, એકતાના સંકલ્પ સાથે' ના નારા સાથે આ રેલી યોજાવા જઈ રહી છે. આ વિશાળ સમર્થન રેલી તારીખ 02/07/2026 ને ગુરુવારના રોજ બપોરે 2:00 કલાકે મોરબીની મહેન્દ્ર ચોકડી ખાતેથી યોજાશે. મોરબી ઓટોમોબાઇલ એસોસિએશન દ્વારા તમામ વેપારી મિત્રો, ખેડૂતો તથા નાગરિક ભાઈઓને આ રેલીમાં હાજરી આપી એકતા દર્શાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #FarmersProtest #MorbiAutomobileAssociation #Jetpar #KhedutAndolan #GujaratNews