શરદપુનમે આયોજિત રાસગરબાના કાર્યક્રમમાં હાથ ધરાયુ સેવાકાર્ય મોરબી : મોરબી ઓટોમોબાઇલ્સ એસોસિયેશન દ્વારા શરદપુનમે રાસોત્સવ યોજાયો હતો. આ વેળાએ ને શહીદ પરિવારને રૂ. 61-61 હજારની સહાય પણ અપાઈ હતી. મોરબી ઓટો મોબાઇલ એસોસિએશન દ્વારા શરદ પૂનમના પર્વે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વેપારીઓ પરિવાર સાથે જોડાયા હતા. તમામ લોકોએ મન મુકીને ગરબા લઈ ખૂબ આનંદ માણ્યો હતો. વધુમાં આ વેળાએ સેવા કાર્ય પણ હાથ ધરાયુ હતું. જેમાં બે શહીદ પરિવારોને રૂ. 61-61 હજારની સહાયના ચેક આપવામાં આવ્યા હતા. તેમ એસો.ના પ્રમુખ ત્રિભોવનભાઈ પટેલની યાદીમાં જણાવાયુ છે.