મોરબી : મોરબીમાં એક પછી એક એસોસિએશન સ્વયંભૂ લોકડાઉનમાં જોડાઈ રહ્યા છે ત્યારે વધુ એક એસોસિએશન દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવી છે કે શનિ-રવિ એમ બે દિવસના સંપૂર્ણ લોકડાઉન એટલે કે સ્વયંભૂ લોકડાઉન પાડવામાં આવશે. મોરબી ઓટો મોબાઇલ એસેસરીઝે આ નિર્ણય કર્યો છે. આ વેપારીઓ બે દિવસ પોતાના વેપાર-ધંધા બંધ રાખશે. આ ઉપરાંત સોમવારથી એક અઠવાડિયા માટે પોતાના વેપાર-ધંધા સવારે ૬ થી બપોરના ૨ વાગ્યા સુધી જ ખુલ્લા રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે.