મોરબી : મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્રારા બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે ૩૭મો વિદ્યાર્થી તેજસ્વીતા અભિવાદન સમારોહ યોજાયો હતો જેમા ધો.૧થી કોલેજ સુધીના પ્રથમ દ્વિતિય અને તૃતિય નંબરે ઉત્તીર્ણ થયેલા નાના ભુલકાઓથી લઈ કોલેજ સુધીના બ્રહ્મસમાજના તારલાઓને શિલ્ડ આપી બિરદાવ્યા હતા. આ સમારોહ પ્રસંગે ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ જગદીશભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ કાંતિભાઈ ઠાકરની આગેવાનીમા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ અનિલભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા, જીલ્લા પ્રમુખ નલીનભાઇ ભટ્ટ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ યુવા પાંખના પ્રમુખ મુકેશભાઈ જાની (ભુદેવ), મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ ધ્યાનેશભાઈ રાવલ, ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના મુકુંદભાઈ જોશી, વિપુલભાઈ શુકલ સહીત મોટી સંખ્યામા બ્રહ્મસમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને તમામ આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી બીરદાવ્યા હતા બાદમા હાજર તમામ લોકોએ પ્રસાદ લઈ વિદાય લીધી હતી. [gallery ids='35609,35610,35608']