પોલીસે યુવાનની ફરિયાદને પગલે બન્ને હુમલાખોરને ઝડપી લીધા મોરબી : મોરબીમાં ફોન કર્યા બાદ યોગ્ય જવાબ ન આપવા મામલે ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં યુવાનને ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસે બન્ને હુમલાખોરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. મોરબીના લાઇંન્સનગરમાં આવેલ સતનામ એપાર્ટમેંન્ટ સામેના એપાર્ટમેન્ટમાં રૂમ નં.૭ વિણાબેનના મકાનમાં ભાડેથી રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનો ધંધો કરતા દિપકસિંગ પ્રમોદસિંગ રાજપુત (ઉવ.૨૭) એ આરોપીઓ રાજુ ઉર્ફે રાજીયો (રહે રેલ્વેસ્ટેશન પાસે ખાડા વીસ્તાર, મોરબી), વિપુલ (મુળ રહે,જામનગર, હાલ રહે કુબેર નાલા પાસે, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા-૧૯ ના રોજ આરોપીએ ફરીયાદીને કહેલ કે તે ચારેક દિવસ પહેલા ફોન શું કામ કરેલ તે બાબતે ફરીયાદીએ બારાબર જવાબ ન આપતા એકદમ ઉશ્કરેાઇ જઇ ગાળો આપી ફરીયાદી સ્થળ છોડી ઘરે જવા જતા પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢતા ફરીયાદી જોઇ જતા ભાગવા જતા પાછળથી ફરીયાદીના ડાબા પગમાં એક છરીનો ઘા મારી તેમજ થોડે દુર ફરી પાછળ દોડી ડાબા કાનમાં છરી મારી દઇ લોહીયાળ ઇજા કરી અને આ બનવાની પોલીસ ફરીયાદ નહીં કરવા દબાણ કરતા ફરીયાદીએ બરાબર જવાબ ન આપતા પત્નીની હાજરીમાં ઝાપટ મારી ગાળો આપી ફરીયાદીને બન્નેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદને પગલે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.