મોરબી : મોરબીના નવલખી રોડ પર ચાર શખ્સોએ એક યુવાનને માર મારતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ દાખલ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતાં જલ્પેશ વિનુભાઈ ખાખી (ઉ.વ. 33) નામનો યુવાન સાંજે નવલખી રોડ પર કુળદેવી પાન નજીકથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે તેની પાસે ચાર અજાણ્યા શખ્સોએ આવીને બોલાચાલી બાદ જલ્પેશને માર મારતા તેને સિવિલ હોસ્પિટલમ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે તેણે બી ડિવિઝન પોલીસ મથકમાં ચિરાગ જગદીશ ગાંધી (રહે. માધાપર), મિત (રહે. રણછોડનગર), રાહિલ (રહે. રણછોડનગર) અને તૌફિક પિંજારા (રહે. લજાઇ) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. તેણે ફરિયાદમાં જણાવ્યું હતુ, કે પોતે દુકાન પાસે મોબાઇલમાં વાત કરતા ગાળો બોલતા તેનો રોષ રાખીને તેનાં પર હુમલો કરાયો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne