ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ મોરબી :મોરબીના વીસીપરા અમરેલી રોડ ઉપર જય કિશાન કાટા પાસે આવેલ બાંધકામની સાઈટ ઉપર લઘુશંકા કરવાની ના પાડતા બે વ્યક્તિ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરેલી રોડ સૌરાષ્ટૃ નળીયાના કારખાના સામે ગુજરાત ઘંટીની બાજુમા નીલકંઠ હોમ સોસાયટીની સાઇટ ઉપર જય કિસાન કાંટા પાસે રહેતા હમીરભાઇ મગનભાઇ રંગપરા (ઉ.વ.૩૬)એ જીલાભાઈ તેજાભાઈ, ધનજીભાઈ અરજણભાઈ, ભિમજીભાઈ મકનભાઈ, ફિરોજભાઈ અલ્લારખાભાઈ (રહે બધા મોરબી વીસીપરા અમરેલી રોડ વાડી વિસ્તાર ઈટુના ભઠામા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-૨૪ ના રોજ વીસીપરા અમરેલી રોડ જય કિશાન કાટા પાસે એક આરોપીએ ફરીયાદીની બાંધકામની સાઇટ ઉપર પેશાબ કરતા હોય ફરીયાદીએ તેને પેશાબ કરવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને તથા સાહેદ મુરાદભાઇને મુંઢ મારમારી સાહેદ મુરાદભાઇને લોખંડના પાઇપ વડે ડાબા પગની ઘુંટીએ ફેકચર જેવી ઇજા પહોચાડી તેમજ આરોપીઓએ ભેગા મળી ફરીયાદી તથા સાહેદ ઉશકેરાઈ જઈ ગાળો બોલી મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે IPC કલમ ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ GP Act કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ મોરબી સીટી બી ડીવીઝનના પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા ચલાવી રહ્યા છે.