ચાર શખ્સોએ હુમલો કર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાં મિત્રએ હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન આપતો હોવાથી ચાર શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યોના બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના વિરપર ગામે રહેત પંકજભાઈ વ્રજલાલ નિમાવત (ઉ.વ.૩૯) એ આરોપીઓ વરૂણ ઉર્ફે ટીનો તથા વિરમ રબારી (રહે. બંને શનાળા ગામ, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તેના મિત્ર કમલેશએ આરોપી પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલ હોય અને પૈસાની લેતી દેતી બાકી હોય આરોપીએ ફોન કરી કહેલ કે આ કમલેશ કેમ પૈસા આપતો નથી અને શનાળા ગામ મેલડી માતાના મંદીરે આવ. જેથી ફરીયાદી બોલાવેલ જગ્યાએ આવતા આરોપીઓએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારી ડાબા પગમાં તથા જમણા પગમાં તથા ડાબા હાથની ટચલી આંગણીમાં ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા બીજા અજાણ્યા બે માણસો જેને ગાળો ભૂંડા આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે કલમ-૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ એ ડિવિઝન પીએસઆઇ વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે.