એક શખ્સ સામે તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ મોરબી : મોરબીના ફાટસર ગામે આવેલ ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા આધેડ પર એક શખ્સે કુહાડીથી હુમલો કર્યાની ફરીયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ફાટસર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા રઘુવીરસિંહ લખુભા જાડેજા ઉ.વ.58એ નાનજીભાઈ દેવજીભાઈ રબારી સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગઈકાલે ફાટસર ગામે આવેલી પોતાની વાડી પાસે હતા.તે સમયે તેમના ખેતરમાં આરોપીને બકરા ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદીના હાથ પર કુહાડી વડે હુમલો કરી ફ્રેક્ચર જેવી ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બાબતે રઘુવીરસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne