કારખાનેદારે એક શખ્સ સામે માર માર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ કારખાનાની દીવાલ તોડી પાડીને ત્યાં ચણતર કામ કરવા મુદ્દે ટપારતા એક શખ્સે કારખાનાના માલિકને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી આનંદભાઈ બંસીભાઈ કચોરીયા ઉ.વ.૪૫ ધંધો-વેપાર રહે.મોરબી, શક્તિ પ્લોટ શેરી નં.૯, રવાપર રોડ વાળાએ આરોપી વશરામભાઈ વિશાભાઈ ભરવાડ રહે.મોરબી-૨,વિશાલ ફર્નીચર પાછળ વાળા સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે ,ગઈકાલે તા.૧૬ ના રોજ મોરબીના સામાકાંઠે ફરિયાદીની માલિકીના શોભેશ્વર રોડ ઉપર પીકનીક સેન્ટર સામે આવેલ આનંદ ડાયઝ નામના કેમીકલના કારખાનાની દિવાલ આરોપીએ પાડી ત્યા ચણતર કામ કરતા હોય ત્યારે ફરીયાદીએ તેની માલીકીની જગ્યા પર ચણતર કામ કેમ કરો છો તેમ કહેતા આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી લાકડી વતી મારવાની કોશીશ કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે કારખાનેદારે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.