હરિયાણાના બન્ને ગઠિયા નાણાં ઉપડતા અને માણસાનો પોપટ નજર રાખતો મોરબી : મોરબી શહેર જિલ્લામાં ૪૩ એટીએમ કાર્ડ ધારકો સાથે થયેલી ૨૪.૬૬ લાખની છેતરપિંડી મામલે પોલીસે ઝડપી લીધેલી ત્રિપુટી પૈકી ગાંધીનગર માણસાના દીપ ઉર્ફે પોપટ પટેલને ભાગ બટાઈમાં ફક્ત રૂપિયા ૫૦ હજાર જ મળ્યા હોવાનો પોલીસ રિમાન્ડ ખુલાસો થયો છે. મોરબી સહિત રાજ્યના અનેક જિલ્લામાં એટીએમ કાર્ડ ધારકની જાણ બહાર ડુપ્લીકેટ એટીએમ બનાવી લાખો રૂપિયા તફડાવી લેનાર હરિયાણાના બે શખ્સોની રિમાન્ડ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ ફ્રોડ કેસમાં સંડોવાયેલ માણસાના દીપ ઉર્ફે પોપટ સુરેશ પટેલને ઝડપી લીધો હતો અને રિમાન્ડ દરમિયાન આરોપી દીપ ઉર્ફે પોપટ સુરેશ પટેલે કબૂલાત આપી હતી કે હરિયાણાના બન્ને શખસો એટીએમમાંથી કાળા કારતૂત કરી નાણાં ઉપડતા ત્યારે પોતે એટીએમ બહાર લોકોની આવન જાવન ઉપર નજર રાખતો. વધુમાં પોપટ મોરબી વોરાબાગ નજીકના એટીએમમાંથી નાણાં ઉપાડવામાં પણ સાથે હોવાનો ઘટસ્ફોટ થયો છે અને કુલ ૨૪.૬૬ લાખની છેતરપિંડીની રકમમાંથી દીપ ઉર્ફે પોપટ પટેલને માત્ર રૂપિયા ૫૦ હજાર જ મળ્યા હોવાનું પોલીસ રિમાન્ડ દરમિયાન કબલ્યુ હોવાનું તપાસનીશ ટીમ દ્વારા જણાવાયું છે. [caption id='attachment_35693' align='aligncenter' width='695'] .[/caption]