મોરબી : મોરબીના જ્યોતિષાચાર્ય ભાગવતાચાર્ય સાહિત્યાચાર્ય જીગ્નેશભાઈ પંડ્યાને રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન લખનઉ અને ઉજ્જૈન દ્વારા 'પ્રીમિયમ મેમ્બર્સ' તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. જ્યોતિષ ક્ષેત્રે બહોળી નામના ધરાવતા જીગ્નેશભાઈ પંડ્યાને આ બહુમાન મળતા તેઓ ઉપર ઠેર-ઠેરથી શુભકામનાઓનો ધોધ વર્ષી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોરબીની અંદર કાશીના માત્ર એક જ વિદ્વાન શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા છે. તેઓ મોરબી અપડેટમાં જ્યોતિષ સાપ્તાહિક લેખની સેવા પણ આપે છે.