મોરબી : મોરબીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા સ્વ. ઓવેસીભાઈ આમદભાઈ ખુરેશીના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી 1,55,000ની અવસાન સહાય અર્પણ કરવામાં આવી હતી.જિલ્લા હોમગાર્ડઝ, મોરબીના મોરબી શહેર યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. ઓવેશીભાઈ આમદભાઇ ખુરેશીનું તા. 6-6-2024ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડી. બી.પટેલની ભલામણને આધારે ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.1,55,000 (એક લાખ પંચાવન હજાર)ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજૂર કરવામાં આવી હતી.તેમના વરસદાર માતા અમીનાબેન આમદભાઇ ખુરેશીના નામનો ચેક જિલ્લા કમાન્ડન્ટ ડી.બી. પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો. આ તકે જુનિયર ક્લાર્ક મહિધરસિંહ.પી.જાડેજા, ઇન્ટ્રકટર રાજેન્દ્રસિંહ.જે.જાડેજા તથા ઓફિસ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેવું મોરબી જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ ડી.બી. પટેલની યાદીમાં જણાવાયું છે.__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________