મોરબી: મોરબી જિલ્લાના શ્રી નવું જીવાપર (આમરણ) આશાપુરા ગરબી મંડળ અને યુવા ગ્રુપ જીવાપર ગામ દ્વારા માઁ નવદુર્ગાની આરાધના અને દેશી ગરબીની જૂની પરંપરાઓ આજદિન સુધી જાળવવામાં આવી રહી છે. નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન ગરબી મંડળની બાળાઓ અને ગ્રામજનો માટે દરરોજ પ્રસાદ રૂપી નાસ્તાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આઈસ્ક્રીમ કોન સહિતની વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે. આ નાસ્તાનો કાર્યક્રમ રોજ નિયમિતપણે ચાલી રહ્યો છે.આ વર્ષો જૂની આશાપુરા ગરબી મંડળની પરંપરા મુજબ, સાતમા નોરતે ભારે વરસાદ હોવા છતાં પણ માઁ નવદુર્ગાની ગરબી લેવામાં આવી હતી. આ દિવસે પ્રસાદ રૂપે રગડાનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેને ગ્રામજનોએ ઉત્સાહભેર માણ્યો હતો. જીવાપર ગામ દ્વારા પરંપરાગત રીતે ભક્તિ અને ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે.