મોરબી : આશા ગ્રુપ દ્વારા નૂતન વર્ષની સંધ્યાએ મોરબીના બાજી રાજબા વૃદ્ધાશ્રમના વડીલો સાથે કેક કાપીને મોઢું મીઠું કરાવીને ઉજવણીના આનંદમાં ઉમેરો કર્યો હતો તથા શિયાળાની મોસમ આવવાથી નવા વર્ષના પ્રથમ દિવસે જ તેમને ગરમ ધાબળા વિતરણ કરીને નવા વર્ષની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આશા ગ્રુપ માનવ સેવાના કાર્યો નિયમિત રૂપે અવિરત કરે છે.