મોરબી : આગામી તા. 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતીનાં અનુસંધાને ઘરે બેઠાં 'વેસ્ટમાંથી બેસ્ટ' એટલે કે 'જુની આઈટમને નવો આઈડીયા' ગૃહ સજાવટની અવનવી વસ્તુઓ બનાવતો વિડિઓ ફિલ્મ બનાવી મોકલવા અંગે અપીલ કરવામાં આવી છે. 'ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી' (ગુજરાત સરકાર) ગાંધીનગર માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર (ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ, મોરબી) દ્વારા 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ અને 'સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિતે 'વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ', 'કચરાંમાંથી કંચન બનાવીએ', 'જુની આઈટમને નવો આઈડીયા' સૂત્ર સૂત્રને ધ્યાનમાં રાખીને વેસ્ટમાંથી સર્વશ્રેષ્ઠ અવનવી ગૃહ સજાવટની વસ્તુઓ બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં વેસ્ટ કપડાં, ઉન, પ્લાસ્ટીક-કાગળ, પ્લાસ્ટીક બોટલ, કેન્ડીની સળી, બાકસની સળી, પક્ષીઓનાં પીંછા, નકામી સીડી, કાગળ, નકામા બોક્સ વગેરે જેવી અનેક જુની ચીજવસ્તુઓમાંથી વિવિધ ગૃહ સુશોભનની વસ્તુઓ જેવી કે ફુલ, રમકડાં, માસ્ક, તોરણ , થેલી, ઢીંગલી, પર્સ, ફુલદાની, પક્ષીઘર વગેરે મનપસંદ આઈટમ બનાવતાં હોય તેવો વિડીયો ફિલ્મ બનાવી મોકલી આપવાની રહેશે. 'વેસ્ટમાંથી બેસ્ટ' સ્પર્ધાનાં શ્રેષ્ઠ આઈડીયાને આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબીની યુટ્યુબ ચેનલમાં મુકવામાં આવશે. 'ઘરે બેઠાં' વિડીઓ ફિલ્મ બનાવી એલ.એમ.ભટ્ટ (98249 12230 / 87801 27202) અથવા દિપેન ભટ્ટ (97279 86386) પર વોટ્સએપ કરવાની રહશે. એન્ટ્રીની છેલ્લી તારીખ 12/1/2021 રાત્રે 9-00 વાગ્યા સુધી છે. સ્પર્ધક જ્યારે પ્રમાણપત્ર લેવાં જાય ત્યારે બનાવેલ વસ્તુ સાથે લેતી આવવાની છે, તેમ યાદીમાં જણાવાયું છે. સ્પર્ધાની કેટેગરી નીચે મુજબ છે. કેટેગરી - 1 (ધો. KG-1-2) આઈડીયા :- પ્લાસ્ટીક /કાગળ નાં આપની પસંદ નાં વિવિધ ફુલ વગેરે ( ગમે તે એક) કટેગરી -2 (ધો. 3-4-5) આઈડીયા :-કપડાં /પ્લાસ્ટીક - કાગળ માંથી આપની પસંદગી નાં રમકડાં વગેરે (ગમે તે એક) કેટેગરી -3 (ધો. 6-7-8) આઈડીયા :- પ્લાસ્ટીક બોટલ - પ્લાસ્ટીક કાગળ માંથી તમારી પસંદગી નાં શુસોભન -રમકડાં.(ગમે તે એક ) કેટેગરી -4 (ધો.9-10-11-12) આઈડીયા :- વેસ્ટ કપડાં માંથી માસ્ક કાગળ માંથી રમકડાં તમારી પસંદગી મુજબ (ગમે તે એક) કેટેગરી -5 (કૉલેજ સ્ટુડન્ટ - શિક્ષકમિત્રો - વાલીઓ ) આઈડીયા :- વેસ્ટ કપડાં - કાગળ માંથી પર્સ, ઢીંગલી - પાઉચ, ફુલદાની આપની મનપસંદ મુજબ ( કોઈપણ એક)