મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી - ગાંધીનગર દ્વારા માન્ય 'આર્ય ભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર - મોરબી જિલ્લા દ્વારા ચંદ્રયાન-રનું નિર્દર્શન કરી માર્ગદર્શન આપવા માટે ઉમા વિદ્યા સંકુલ મોરબી ખાતે ત્રણ સેશન રાખેલ હતાં. જેમાં ગુજકોસ્ટ - ગાંધીનગર દ્વારા અપાયેલ માર્ગદર્શનનું પ્રસારણ કરી વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર દ્વારા ચંદ્ર યાન-2 અંગે વિવિધ માહિતી દિપેન ભટ્ટ તથા અજય પાટડીયા દ્વારા આપવામાં આવી હતી.