એન્જીનીયરીંગ ટચ આપીને તૈયાર કરેલી પોટરી એન્ડ સીરામીક આર્ટની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની સામાન્ય વ્યક્તિઓ અને સેલેબ્રિટીઓએ આર્ટિસ્ટના સ્ટોલની મુલાકાત લઈ તેમની ક્રિએટિવિટીને બિરદાવી મોરબી : અમદાવાદમાં આયોજિત આર્ટ એક્ઝિબિશનમાં મોરબીના વતની આર્ટિસ્ટ ખ્યાતિબેન ટેકવાણીની કૃતિઓએ કલાપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા છે. તેમણે એન્જીનીયરીંગ ટચ આપીને તૈયાર કરેલી પોટરી એન્ડ સીરામીક આર્ટની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનતા સામાન્ય વ્યક્તિઓ અને સેલેબ્રિટીઓએ આર્ટિસ્ટના સ્ટોલની મુલાકાત લઈ તેમની ક્રિએટિવિટીને બિરદાવી છે. અમદાવાદના કોફી વિથ ક્રિએટિવિટી ગ્રુપના ફાઉન્ડર નીરવ શાહ, કુલીન પટેલ અને કોર ટિમ મેમ્બર્સ દ્વારા ગત તા. 25, 26 અને 27ના રોજ અમદાવાદમાં ગુફા ગેલેરી, કનોરિયા આર્ટ ગેલેરી અને હઠીસિંગ આર્ટ સેન્ટરમાં 'હાર્ટ શો' નામથી ઇન્ટરનેશનલ લેવલના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 5 વર્ષના બાળકથી લઇ 85 વર્ષના વડીલોએ ભાગ લેતા એકસાથે 110 આર્ટિસ્ટોએ 1000થી વધુ વિઝ્યુઅલ આર્ટનું પ્રદર્શન કર્યું હતું. તેમજ ત્રણેય સ્થળોએ પ્રદર્શનમાં ભાગ લેનાર સૌથી મોટા અને સૌથી નાના કલાકાર દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરનેશનલ લેવલે આયોજિત આર્ટ એક્ઝિબિશનમાં હાલ અમદાવાદ રહેતા મૂળ મોરબીના વતની એવા ખ્યાતિબેન ટેકવાણીએ પોતાની અનોખી કૃતિઓ ડિસ્પ્લે કરી હતી. તેઓએ મિકેનિકલ એન્જીનીયરીંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે તથા તેઓ માટી કલામાં નિપુણ હોવાથી તેમણે એન્જીનીયરીંગ ટચ આપીને પોટરી અને સીરામીકની કૃતિઓની સાથે અન્ય કૃતિઓ બનાવીને પ્રદર્શિત કરી હતી. તેમણે મંત્રવાળા દિવા, સ્પેશ્યલ ટેક્નિક મિરર, જાપાનીઝ કુરૂંનુકી આર્ટ, નેરિકોમી આર્ટ, ગણેશા સ્કલ્પચર જેવા માટીથી તૈયાર કરેલી રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, હોમ ડેકોરની વસ્તુઓ તથા વિવિધ શિલ્પો મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આથી, આ આર્ટ એક્ઝિબિશનમાં તેમના સ્ટોલની સામાન્ય વ્યક્તિઓથી માંડી 'ભાઈ-ભાઈ' ફેમ સિંગર અરવિંદભાઈ વેગડા, ગુજરાતી અભિનેત્રી ભાવિની જાની જેવા સેલેબ્રિટીઓએ મુલાકાત લઇ તેમની કલાકારીને વખાણી હતી. આમ, ખ્યાતિબેન ટેકવાણીને કલાપ્રેમીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળતા તેમણે મોરબીનું ગૌરવ વધાર્યું છે. Special Technique Mirror Japanees Kurunuki Art Nerikomi art Ganesha Sculpture મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..