મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાના કલા મહાકુંભ 2025નું આયોજન તારીખ 17 માર્ચ થી 20 માર્ચ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની 5 કૃતિઓ વક્તૃત્વ, ચિત્ર, ગિટાર, ગરબા વિજેતા બની હતી.દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કલાકારોનેં પ્રોત્સાહન મળે એ હેતુ થી કલા મહાકુંનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કલા મહાકુંભ 2025 માં મોરબીના કલાકારોએ રાજ્યકક્ષાએ ડંકો વગાડ્યો છે. જેમાં ગિટાર વાદન 15 થી 20 વર્ષમાં હર્મન શેઠ પ્રથમ સ્થાન, વક્તૃત્વ 6 થી 14 વર્ષમાં માથકિયા મહેવીશ તૃતીય, વક્તૃત્વ 15 થી 20 વર્ષ દિશા ધામેચા દ્વિતીય, ચિત્રકલા 15 થી 20 વર્ષમાં યશ્વી મુકેશભાઈ પરમાર દ્વિતીય અને ગરબા 6 થી 14 વર્ષમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તમામ કલાકારોએ મોરબી જિલ્લાનું ગૌરવ રાજ્યકક્ષાએ વધાર્યું હતું. મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે સૌને શુભકામનાઓ પાઠવી હતી.