મોરબી અપડેટ : મોરબીમાં થોડા દિવસ પૂર્વ ભારે વરસાદ પહેલા મચ્છુ-2 નદીના પટમાં આવેલા કાચા-પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા. જો કે વરસાદ રહી જતાં આ દબાણો ફરી થઈ જતાં આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક્શન મોડમાં આવીને દબાણ દુર કરવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા મચ્છુ-2 નદીના પટમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.મચ્છુ-2 નદીના પટમાંથી દબાણો હટાવવાની આ કામગીરી અંતર્ગત 35 થી 40 જેટલા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓ હટાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે તંત્ર દ્વારા આ દબાણો હટાવાયા હતા. પરંતુ વરસાદ રહી જતાં નદીના પટમાં પાછા આ દબાણો થઈ ગયા હતા. જેથી મોરબી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને 40-42 જેટલા કાચા-પાકા દબાણો અને ઝૂંપડા હટાવીને દબાણ દુર કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Machchhu2River #EncroachmentDrive #MorbiCorporation #Monsoon2026 #SafetyFirst #MorbiNews