મોરબી : મોરબીના યુવાન દેશની સેવા કાજે આર્મી જોઈન કર્યા બાદ ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ વખત વતન પરત ફરતા તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીમાં સામાકાંઠે નજરબાગ સામે ગાંધી સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ખોડાભાઈ કાવડ આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ વખત ઘરે આવ્યા હતા. ત્યારે પરિવાર ઉપરાંત સ્થાનિકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ પરિવારજનોમાં ગૌરવની લાગણી છવાઈ હતી.