પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહ અંતર્ગત આયોજિત પૂ. અપૂર્વમુનિ સ્વામીના વક્તવ્યને સાંભળવા સીરામીક ઉદ્યોગકારોની બહોળી ઉપસ્થિતિ મોરબી : મોરબીના શનાળામાં આવેલ પટેલ સમાજવાડી ખાતે સીરામીક ઉદ્યોગકારોની હાજરીમાં પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ અંતર્ગત પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ તથા મોરબી દ્વારા 'પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહનું શનાળામાં આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્યમાં વર્તમાન ઉધોગના પડકારો અને સાંસારીક જીવનમાં આવતી મુશ્કેલીઓમા તેમજ વેપારની વર્તમાન સ્થિતમા કઇ રીતે બેલેન્સ કરીને સારી રીતે નફા સાથે વેપાર પણ કરી અને સાંસારીક જીવનમાં પણ જીવનના અમુલ્ય ગુણો થકી પરીવાર તેમજ વેપારમા સફળતાના નવી ઉંચાઈઓ સર કરાવી તે અંગે મહત્વનું માર્ગ દર્શન આપવામાં આપવામાં આવ્યું હતું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='27693,27694,27695,27697,27698,27699,27696']