ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ શિક્ષણ શરૂ કરવાની આપેલી મંજૂરી રદ કરવાની માંગ મોરબી : રાજ્ય સરકારના કૃષિ વિભાગે રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ શિક્ષણના અભ્યાસક્રમ શરૂ કરવાની લીલીઝંડી આપી દીધી છે. ત્યારે કૃષિ શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષએ કૃષિ મંત્રીને આવેદન પાઠવી ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ શિક્ષણ શરૂ કરવાની આપેલી મંજૂરી રદ કરવાની માંગ કરી છે. મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ હેમાગકુમાર રાવલે રાજ્ય સરકારના કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે હાલ રાજ્ય સરકાર હસ્તકની રાજ્યમાં ચાર કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. જેના હેઠળ અગિયાર કોલેજો સ્નાતકનું શિક્ષણ આપી રહી છે અને કૃષિ સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમાનું શિક્ષણ આપતી અન્ય કોલેજ સંસ્થાઓ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગયા વર્ષે કૃષિ યુનિવર્સિટીઓને યુની. રેકિંગમાં સ્થાન મળેલું હતું. આ શિક્ષણમાં સારી નહિ વધુ સારી રીતે સ્નાતકો બહાર પાડે છે. આટલી સારી કામગીરી હોવા છતાં રાજ્યના શિક્ષણ કૃષિ સહકાર અને ખેડૂત ક્લાયણ વિભાગે કૃષિ શિક્ષણને ખાનગીકરણ કરવાની મંજૂરી આપી દીધી છે. ત્યારે આ અન્યાયકર્તા ઠરાવથી કૃષિ યુનિવર્સિટીના વિધાર્થીઓને અન્યાય થાય તેમ હોવાથી આ નિર્ણય રદ કરવાની માંગણી કરી છે.