મોરબી : NSUI દ્વારા બોર્ડની પરીક્ષાના સમય મુજબ ST બસનો સમય રાખવા ડેપો મેનેજરને અપીલ કરવામાં આવી છે. મોરબીના નેશનલ સ્ટુડન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા મોરબી એસ.ટી. ડેપોના મેનેજરને રૂબરૂ પત્ર પાઠવી રજુઆત કરી હતી. આ રજુઆતમાં આગામી તા. ૫/૩/૨૦૨૦ થી શરૂ થઈ રહેલ ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે અને સહેલાઇથી પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી અને તેમનો સમય ન બગડે તેવા હેતુથી વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસના સમયમાં ફેરફાર કરી બસ પરીક્ષા સમય એ પહોંચી શકે તેવો સમય રાખવા માંગણી કરવામાં આવી છે.