મોરબી: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), મોરબીના ચેરમેન ભવાનભાઈ કે. ભાગીયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અંગે તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે.મોરબી APMC હેઠળ આવતા મોરબી, માળીયા (મીં), અને ટંકારા તાલુકાના ગામડાંઓમાં ખેડૂતોના ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું છે. જે અંગે ચેરમેને મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તેમની કક્ષાએથી તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરાવીને ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર સરકાર દ્વારા સત્વરે ચૂકવવામાં આવે.