કેટલા દિવસથી રેકી કરી, અપહરણનું માસ્ટર માઈન્ડ કોણ સહિતના કારણો જાણવા નામદાર કોર્ટે ૧૦ દિવસના જામીન કર્યા મંજુર મોરબી અપડેટ : મોરબીના ચકચારી અપહરણ પ્રકરણમાં પોલીસે બે અપહરણકર્તાઓને કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓને ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. જાણવા મળ્યા મુજબ સોમવારે વહેલી સવારે સ્કૂલે જતા દેવ જીજ્ઞેશભાઈ પાડલીયા ઉ.૭ ને તેં ઘર પાસેથી ખંડણી પડાવવાના ઇરાદે અપહરણ કરવાની ઘટના માં ઝડપાયેલા સની તીરથભાઈ દેવનાની અને જે ઓરડીમાં આરોપીઓ રોકાયા હતા એવા સુધીર દયારામ ચોરસિયાને પોલીસે દબોચી લીધા બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. વધુમાં તપાસનીશ પોલીસ અધિકારી અને એ ડિવિઝન પીઆઇ શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે ખંડણી પડાવવાના ઇરાદે અપહરણની આ ઘટનામાં આરોપીઓ સાથે કોણ કોણ સંડોવાયેલ છે ? એ ગુન્હાહિત કાવતરું ક્યાં ઘડાયું હતું ? મુખ્ય કાવતરા ખોર કોણ ? સહિતની બાબતોની તલસ્પર્શી તપાસ અર્થે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા બન્ને આરોપીઓના ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન આ ગુન્હાના કામે પકડવાના બાકી છે તેવા મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને ઝડપી લેવા પોલીસ જુદી-જુદી દિશામાં તપાસ કરી રહી હોવાનું સૂત્રો જણાવી રહયા છે.