ત્રાજપર ગામમાં આદિ જાતિના 50 લોકોનો વસવાટ હોવાનો દાવો મોરબી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાનમાં લઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગર પાલિકા નો વોર્ડ સીમાંકન જાહેર કર્યા હતા અને તેમાં કોઈને વાંધા હોય તો તેની વાંધા અરજી મગાવી છે. મોરબીમાં પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના જાહેર થયેલા સીમાંકનની વાંધા અરજી મંગાવવામાં આવી હતી. જે બાદ ત્રાજપરની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકને અનુ.સૂચિત આદિ જાતિ માટે અનામત કરવામાં આવી હતી તે બેઠકમાં વાંધા અરજી થઈ હતી. અરજદારે જણાવ્યું હતું કે ત્રાજપર બેઠકમાં અનુ.આદિ જાતિના લોકોનો વસવાટ ન હોવાથી આ બેઠક અન્ય બેઠકમાં તબદીલ કરવામાં આવે જોકે આ અરજી આવ્યા બાદ શક્તિ માનવ સેવા સમાજ મંડળ રાજ્ય ચૂંટણી આયોગ, જિલ્લા ચુટણી અધિકારી અને પ્રાંત અધિકારીને રજુઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ત્રાજપર બેઠકમાં હાલ 50 જેટલા આદિ.જાતિના લોકોનો વસવાટ છે.જેથી આ બેઠક અનુ.આદિજાતિ માટે ફાળવણી છે તે યોગ્ય છે. હવે તેમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.