મોરબી : મોરબીના લખધીરપુર રોડ વિસ્તારમાં આવેલા એન્ટીક સીરામીક પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતાં 19 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. મોરબી ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં મોકલ્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મૂળ એમપીના સાગર જિલ્લાનો વતની અને સ્વિગુરુ સીરામીકમાં કામ કરતો રામશંકર લાલસિંગ અમલ આહીરવાલ નામનો યુવાન મોરબીના ઘુંટુ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં એન્ટિક સીરામીકના પાછળના ભાગે પાણી ભરવા જતો હતો. તે દરમિયાન અકસ્માતે તેનો પગ લપસી ગયો હતો અને પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.