મોરબી : ઈન્ટરનેટ, સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં ભાતીગળ કંકોતરી કે આમંત્રણ પત્રિકાનું સ્થાન આધુનિક ડિજિટલ કંકોતરીએ લીધું છે અને ઓનલાઇન ઇનવીટેશન મોકલાઈ રહ્યા છે ત્યારે મોરબીના યુવાને આઈફોન જે વું અનોખું મોબાઈલ ઇન્વિટેશન કાર્ડ છપાવ્યું છે. મોરબીમાં રહેતા જીગરભાઈ જોશીના પત્નીનો શ્રીમંતનો શુભ પ્રસંગ હોવાથી સગા સ્નેહીઓને ઇજન આપવા ઇન્વિટેશન કાર્ડ બનાવવા અનેક ડિઝાઇન જોઈ હતી અને કંઈક અલગ પ્રકારની આમંત્રણ પત્રિકા બનવવા નક્કી કરી અંતે આઈફોન શેઈપની આમંત્રણ પત્રિકા બનાવી છે. આ અનોખી આમંત્રણ પત્રિકાના શેઈપ ઉપરાંત શુભ પ્રસંગના અવસરોને ઓન મોબાઈલના મેનુ મુજબ જ ગોઠવવમાં આવ્યા છે અને મોરબીમાં બનેલી આ આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહી છે.