સ્પાઈસી સ્પૂન હોટલના સંચાલકો દ્વારા આપવાનો આંનદ સૂત્ર સાર્થક કરી સરકારી શાળાના ગરીબ બાળકોને મનભાવતું ભોજન કરાવી હોટલની વર્ષગાંઠ ઉજવી મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ અત્રેની સ્પાઈસી સ્પૂન હોટલના સંચાલકો દ્વારા હોટલની વર્ષગાંઠ પ્રસંગે સરકારી શાળાના ગરીબ બાળકોને મનભાવતા ભોજન કરાવવામાં આવ્યુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સુવિખ્યાત સ્પાઈસી સ્પૂન હોટલની આજે વર્ષગાંઠ હોય એ પ્રસંગને યંગઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી, આપવાનો આનંદ સૂત્રને સાર્થક કરવા હોટલ સંચાલકો દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને મનપસંદ ભોજન કરાવવામાં આવ્યું હતું. વધુમાં બાળકોને સારી હોટલમાં મનપસંદ ભોજન મળતા બાળકો ખુશીથી જુમી ઉઠ્યા હતા અને હર્ષોલ્લાસ અને કીકીયારીઓ સાથે બાળકોએ અનોખો આનંદ માણ્યો હતો.