મોરબી : અણીયારી ગામે રસોઈ કરતા દાઝેલી પરણીતાંએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર અણીયારી ગામે રહેતી પાર્વતીબેન સંજયભાઈ કોળી ઉ.વ.21 નામની પરણીતા ગતતા.16ના રોજ પોતાના ઘરે રસોઈ બનાવી રહી હતી અને રસોઈ બનાવતી વખતે તેણી કોઈ કારણોસર દાઝી જતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી.જ્યાં ગતતા.26ના રોજ સારવાર દરમ્યાન આ પરણીતાનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગેના કાગળિયા રાજકોટથી આજે આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.