આંગડિયા પેઢીના પાર્સલની ચોરીમાં કેટલીક બાબતો શંકાસ્પદ લાગતા એલસીબીએ કર્મચારીની ઉલટ તપાસ શરૂ કરી મોરબી : માળીયા મિયાણા નજીક હોટલ પાસે રાજકોટ ભુજની એસટી બસમાં ગતરાત્રે રાજકોટની અગડીયા પેઢીના રૂ.25 લાખના દાગીના ભરેલા પાર્સલની ચોરી કરીને ત્રણ શખ્સો કારમાં ફરાર થઈ ગયા હતા.ગતરાત્રે રાજકોટથી ભુજ અગડીયા પેઢીનો થેલો આપવા એસટી બસમાં નીકળેલા રાજકોટની આગડીયા પેઢીના કર્મચારી ગતરાત્રે એસટી બસે માળીયા પાસેની હોટલે હોલ્ટ કરતા ચા પીવા નીચે ઉતર્યો હતો.ને એટલી જ વારમાં બસમાં મુસાફરની સ્વાગમાં બેઠેલા ત્રણ અજાણ્યા શખ્સો અગડીયા પેઢીના રૂ 25 લાખ ભરેલા થેલાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ બનાવમાં કેટલીક બાબતો શંકાસ્પદ લાગતા એલસીબીએ અગડીયા પેઢીના કર્મચારીની સઘન પૂછપરછ હાથ ધરી છે. એસટી બસમાં થયેલા આગડીયા પેઢીના રૂ.25 લાખના થેલાની ચોરીની બનાવની માળીયા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર અમદાવાદની એચ.પ્રવિંકુમાર આગડીયા પેઢીના નિકુંજભાઈ પ્રવિણભાઈ પારેખએ માળીયા પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા શખ્સો તેમની પેઢીના રૂ.25 લાખ ભરેલા થેલાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમની રાજકોટની સોની બજારમાં આવેલી એચ.પ્રવિણકુમાર નામની આંગડિયા પેઢીની બ્રાન્ચમાંથી આશરે રૂ.25 લાખના સોના ચાંદીના દાગીના ભરેલા પાર્સલ લઈને આ પેઢીનો કર્મચારી રોહિત પુરી ઉમેદપુરી બાવાજી ગતરાત્રે ભુજમાં આવેલી આ પેઢીની બાંચમાં આપવા જવા નીકળ્યો હતો અને ભુજ જવા માટે તે ગતરાત્રે 10-30 વાગ્યે રાજકોટ ભુજ એસટી બસમાં બેઠો હતો.આ એસટી બસ ગતરાત્રે સાડાબાર વાગ્યે માળીયા હાઇવે પર આવેલી માધવ હોટલ પાસે પહોંચતા આ એસટી બસે આ હોટલ પાસે હોલ્ટ કર્યો હતો.તેથી આ આંગડિયા પેઢીનો કર્મચારી રોહિતગિરી હોટલે ચા પાણી પીવા માટે બસમાંથી નીચે ઉતર્યો હતો.અને તેમણે આંગડિયા પેઢીના કિંમતી પર્સલો બસમાં પોતાની સીટ પાસે જ રાખ્યા હતા.એટલી જ વારમાં બસમાં મુસાફરની સ્વાગમાં બેઠેલા ત્રણ શખ્સો આંગડિયા પેઢીના રૂ.25 લાખ ભરેલા દાગીનાના પર્સલો ઉઠાવીને કારમાં નાસી છૂટ્યા હતા. બાદમાં કર્મચારી ચા પાણી પીને બસમાં પોતાની રિઝર્વેશન કરેલી સીટમાં પરત ફર્યો ત્યારે પર્સલો ગાયબ હતા.આથી તેણે નીચે જોતા ત્રણ શખ્સો તેમના પર્સલોની ચોરી કરીને કારમાં ભાગતા જોયા હતા ત્યારબાદ તેણે આ બનાવની જાણ રાજકોટની પેઢીના મેનેજર બળદેવભાઇને જાણ કરી હતી અને તેમને અમદાવાદમાં આવેલી પેઢીની મેઈન બાંચમાં જણ કરતા અંતે આ બનાવની માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જોકે આ આંગડિયા પેઢીના પાર્સલની ચોરીમાં કેટલીક શંકાપ્રેરક બાબત એ છે કે, હોટલે આગડીયા પેઢીનો કર્મચારી ચા પીવા ઉતર્યો ત્યારે કિંમતી પાર્સલને બસમાં કેમ રેઢા મૂકી દીધા સાથે કેમ ન લેતો ગયો ? બીજું કે અજાણ્યા શખ્સો બસમાં તેની પાછળની સીટ બેઠા હતા અને એક શખ્સ માળીયા હોટલ પાસે કાર લઈને અગાઉથી ઉભો હતો તેનો મતલબ એ કે આ ત્રણેય શખ્સોનો પ્રીપ્લાન હતો અને ઘટનામાં અનેકની સંડોવણી હોઈ શકે છે.ત્યારે માળીયા પોલીસે આ તમામ થિયરીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આંગડિયા પેઢીના કર્મચારીની ઉલટ તપાસ હાથ ધરી છે. એલસીબી દ્વારા શંકાના આધારે કર્મચારીની સઘન પૂછપરછ ચાલી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news