મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આજે સ્થાનિક કાઉન્સીલરના હસ્તે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના સો ઓરડી વિસ્તારમાં આજરોજ આંગણવાડીનું વોર્ડ નં. ૪ના કાઉન્સિલર જશવંતીબેન શિરોહીયા અને પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે આંગણવાડી વર્કર વસંતબેન, રજીયાબેન તેમજ સ્થાનિક આગેવાન વશરામબાપા આહીર, રાઘવજીભાઈ, જનકભાઈ ઠાકર, મહેશભાઈ ભોરણીયા, પંકજભાઈ, હરિષભાઇ ડાભી અને ઘોઘાભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en