મોરબી : મોરબીમાં હમણાંથી કોરોનાએ પાછો ઉથલો માર્યો છે. તેથી છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. આજે મોરબી જિલ્લામાં નવા 2 કેસ નોંધાયા છે. જેને લીધે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 11 થઈ ગઈ છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 215 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં મોરબી શહેરના 1 અને વાંકાનેર ગ્રામ્યમાં 1 મળીને જિલ્લામાં ફૂલ 2 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલની સ્થિતિએ એક્ટિવ કેસની સંખ્યા 9 હતી. જેમાં આજના નવા 2 કેસ ઉમેરતા એક્ટિવ કેસની સંખ્યા 11 થઈ ગઈ છે.