જોબ નંબર પણ ફાળવી દેવાયા : તાકીદે આગળની કામગીરી હાથ ધરવા કાર્યપાલક ઈજનેરને સૂચના મોરબી : રાજ્ય સરકાર દ્વારા મોરબી અને ટંકારા તાલુકાના 9 રોડના કામ રૂ.10.02 કરોડના ખર્ચે મંજુર કરી આપવામાં આવ્યા છે. આ તમામ રોડના કામ માટે જોબ નંબર ફાળવીને કાર્યપાલક ઈજનેરને તાકીદે આગળની કામગિરી હાથ ધરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના કુલ 9 રોડના કામ મંજુર કરી આપવામાં આવ્યા છે. જેમાં ટંકારા તાલુકાના રાજપર એપ્રોચ રોડ 0.65 કિમિ માટે 60 લાખ, સાવડી નેસડા રોડ 2 કિમિ માટે 90 લાખ, કલ્યાણપુર રોડ 2 કિમિ માટે 1.15 કરોડ, ગજડી ધૂનડા રોડ 3.15 કિમિ માટે 80 લાખ જ્યારે મોરબી તાલુકાના રાજપર બાયપાસ રોડ 0.60 કિમિ માટે 45 લાખ, નાની વાવડી શકત શનાળા રોડ 5 કિમિ માટે 2.30 કરોડ, જેપુરથી ગોર ખીજડિયા એપ્રોચ રોડ 3 કિમિ માટે 1.50 કરોડ, ખેવાળીયા- નારણકા એપ્રોચ રોડ 4.60 કિમિ માટે 1 કરોડ, લખધીરપુર- કાલિકાનગર રોડ 4.40 કિમિ માટે 1.32 કરોડ મંજુર કરી આપવામાં આવ્યા છે. આ રોડની મંજૂરી અંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે સતાવર સબંધિત તંત્રને જાણ કરી છે. રોડના કામ માટે જોબ નંબર પણ ફાળવી દેવામાં આવ્યા છે. હવે ટૂંક સમયમાં આ રોડનું કામ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.