પ્રધાનમંત્રીનો પાકવીમો તત્કાળ ચૂકવવા ખેડૂતોની માંગ મોરબી : મોરબી માળીયા તાલુકાના ખેડૂતોને ત્રણ વર્ષનો પાકવીમો ચૂકવવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે.આથી વર્ષ 2015થી 17 સુધીનો બાકી પ્રધાનમંત્રી પાક વીમો તત્કાળ ચૂકવવા ખેડૂતોએ કલેકટરને રજુઆત કરી છે. મોરબી તાલુકના રાપર ગામના ખેડૂત વિડજા નંદલાલભાઈ લવજીભાઈએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના રાપર, વધાપર , પિલુડી, જેતપર વગેરે ગામો તથા માળીયા તાલુકાના વધારવા, મણાબા,ખાખરેચી સહિતના ગામોના અસરગ્રસ્ત ખેડૂતોને સુધીનો પાકવિમો હજુ સુધી ચૂકવાયો નથી.આમાં રાપર સહિતના ગામોને ગતવર્ષ 2015થી 2017 સુધીનો પાકવિમો મળ્યો નથી અને બાકીના અમુક ગામોને વચ્ચેના સમયગાળાનો પાકવિમો મળ્યો છે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે,વર્ષ 2015-16માં પ્રથમ વરસાદ સામાન્ય થતા મોટાભાગનો પાક નિષ્ફળ ગયો હતો.જયારે વર્ષ 2016-17માં ધોળાધ્રોઇ નદીમાં તેમજ મચ્છુ નદીનું ભયકર પૃરથી માળીયા તાલુકાના વધારવા , માણાબા, ખાખરેચી,તેમજ મોરબી તાલુકાના રાપર, વાધપર, પિલુડી,જેતપર,વગેરે ગામોમાં પાક નિષફળ ગયો હતો જેથી સરકાર પાસેથી મળવાપાત્ર આર્થિક સહાય અને પાકવિમો હજુસુધી મળ્યો નથી.આથી વર્ષ 2015 થી 2017 સુધીના મોરબી માળીયા તાલુકાના જે ખેડૂતોનો પાકવિમો બાકી હોય તેઓને તત્કાળ પાકવિમો ચુકવવાની માંગ કરી છે.