મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના સો ઓરડી વિસ્તારમાં તેમજ માળીયા મિયાણા તાલુકા પોલીસે સુલતાનપુર ગામે વરલી મટકાના જુગાર અંગેના બે અલગ અલગ દરોડા પાડી બે આરોપીઓને રોકડ તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સો ઓરડી વિસ્તારમાં વરિયા મંદિર પાસેથી આરોપી મકસુદ મુસાભાઈ ચૌહાણ ઉ.37 રહે.સો ઓરડી વાળાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રૂ.1000 રોકડા તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કર્યું હતું. જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે સુલતાનપુર ગામના ઝાપા પાસે દરોડો પાડી આરોપી સુનિલ ભરતભાઇ ચાવડા. રહે.જુના સુલતાનપુર વાળાને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂ.700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.