મોરબી : ABVPના 72માં સ્થાપના દિવસ (વિદ્યાર્થી દિવસ) 9 જુલાઇ નિમિતે ABVP મોરબી દ્વારા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઇ, 1949થી વિધાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે અને રચનાત્મક કાર્યક્રમો કરતું આવ્યું છે. તેથી, જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માત્ર ભારતનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. ત્યારે આવતીકાલ 9 જુલાઇ સ્થાપના દિવસ નિમિતે ABVP મોરબી દ્વારા હાલની સ્થિતિ પર વિદ્યાર્થીના શું મંતવ્યો છે, તેવા વિષયો પર વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલ છે. 1. સ્વદેશી ભાવના આત્મનિર્ભર ભારત વિશે વિદ્યાર્થીઓની ભૂમિકા 2. વિશ્વવ્યાપી કોરોના મહામારી અંગેના સાવચેતીના પગલાં વિધાર્થી તરીકે આપના મંતવ્ય 3. સ્વામી વિવેકાનંદ યુવાઓના પ્રેરણાસ્ત્રોત સ્પર્ધકોએ કોઈપણ એક વિષય પર વક્તવ્ય આપવાનું રહેશે. આ સ્પર્ધા ઓનલાઇન રહેશે. તેથી, વક્તવ્ય વિડિયો મારફતે મોકલવાના રહેશે. વધુમાં વધુ ૨ મિનિટની વક્તવ્યની સમય મર્યાદા રહેશે. વક્તવ્ય ગુજરાતી અથવા હિન્દી ભાષામાં આપી શકાશે. ૧૫થી ૨૩વષૅ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. આ સ્પર્ધા માત્ર મોરબી જિલ્લાના વિદ્યાર્થી માટે જ છે. ઉત્કૃષ્ઠ વક્તવ્ય આપનારને 1 થી 3 ક્રમાંક આપી સન્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વક્તૃત્વ સ્પર્ધા ઓનલાઇન હોવાથી આપના વક્તવ્યનો વિડિયો 9મી જુલાઇ બપોરે 2 વાગ્યા સુધીમાં નીચેના નંબર પર મોકલી આપવાના રહેશે. જે માટે મો.નં. 83472 99946 અથવા 82381 38566 પર વિડિયો સાથે સ્પર્ધકને પોતાનું પૂરું નામ, સંસ્થાનું નામ અને હાલનું અભ્યાસ વષૅ જોડાવાનું રહેશે.